J&K: અનંતનાગમા સેના અને આતંકી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

શ્રીનગર, તા. 8 જૂન 2019 શનિવાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. અનંતનાગ જિલ્લાના નૌગામ શાહબાદમાં સેનાએ 2થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. એક આતંકીને સેનાએ ઠાર માર્યો છે. જોકે, અત્યાર સુધી તેનો મૃતદેહ જપ્ત થઈ શક્યો નથી. 

ઠાર મરાયેલો આતંકી મોહમ્મદ ઈકબાલ છે, જે જૈશનો આતંકી હતો. આ સેનાની એક મોટી સફળતા છે. હાલ બંને તરફથી ફાયરીંગ ચાલુ છે. વિસ્તારમાં આતંકીઓના દરોડા હોવાની આશંકા પર સેનાની જોઈન્ટ ટીમે ઑપરેશન શરૂ કરી વિસ્તારને ઘેરી લીધો છે. સેનાએ 2થી 3 આતંકીઓના છુપાયા હોવાની જાણકારી મળી હતી. 

આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાએ 6જૂન સુધી 100થી વધારે આતંકીઓને ઠાર કર્યા છે. સેના સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. 2019માં સેનાએ અત્યાર સુધી 103 આતંકીઓને ઠાર માર્યા છે. 2018માં 254 આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ત્યાં પાકિસ્તાને 6 જૂન સુધી 1,170 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ જ્યારે 2018માં 1,629 વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ. 



J&K: અનંતનાગમા સેના અને આતંકી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર J&K: અનંતનાગમા સેના અને આતંકી વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર Reviewed by GK Exam Guruji on June 07, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.