GST કલેક્શન મે મહિનામાં એક લાખ કરોડ રૂપિયાને પાર


નવી દિલ્હી, તા. 01 જુન 2019, શનિવાર

GST કલેક્શન મે મહિનામાં એક લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ગત વર્ષ મે મહીનામાં GSTની રકમમાં 94,016 કરોડની વસૂલી થઇ હતી. સરકારે શનિવારે આ જાણકારી આપી હતી. મેં મહીનામાં GST સંગ્રહ 100,289 કરોડ રૂપિયા રહ્યું. આ આંકડો એપ્રિલ 2019ના 113,865 કરોડ રૂપિયાની તુલનામાં ઓછો છે.

મે મહિનામાં કુલ 72.45 લાખ શોર્ટ સેલ રિટર્ન GSTR-3B જમા કરવામાં આવ્યા. આ એપ્રિલમાં જમા થયેલા 72.13 લાખ રિટર્નની સરખામણીમાં વધારે છે. નાણાંમંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, મે મહિનામાં કુલ GST કલેક્શન 100,289 કરોડ રૂપિયા રહ્યો. જેમાં સેન્ટ્રલ GST 17,125 કરોડ રૂપિયા, સ્ટેસ GST 24,462 કરોડ રૂપિયા, એકિકૃત GST 49,891 કરોડ રૂપિયા અને ઉપકર કલેક્શન 8,125 કરોડ રૂપિયા રહ્યો.


GST કલેક્શન મે મહિનામાં એક લાખ કરોડ રૂપિયાને પાર GST કલેક્શન મે મહિનામાં એક લાખ કરોડ રૂપિયાને પાર Reviewed by GK Exam Guruji on June 01, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.