પ્રાઇવેટ સ્કૂલોને ફી નક્કી કરવાની છુટ જરૂરી પણ મનમાની નહીં ચાલે : નવી શિક્ષણ નીતિ ઘડાશે


રાષ્ટ્રીય શિક્ષણ  આયોગનું ગઠન કરવું, હિંદીના અમલીકરણ જેવી પણ ભલામણો

તામિલનાડુ પર ફરજિયાત હિંદી ભાષાને થોપી નહીં શકાય, અગાઉના આંદોલનો યાદ કરી લેવા : કમલ હાસન 

નવી દિલ્હી, તા. 1 જૂન, 2019, શનિવાર

માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નિતિ ઘડવા માટે તૈયાર કરાયેલ વિશેષ સમિતીએ સિલેબસમાં ભારતીય શિક્ષણ પદ્ધતીને લાગુ કરવા જેવી ભલામણોને લાગુ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરીને સોપી દીધો છે. 

આ ડ્રાફ્ટમાં રાષ્ટ્રીય શિક્ષણ આયોગનું ગઠન કરવું, અને ખાનગી સ્કૂલોમાં મનમાનીથી જે ફી વસૂલવામાં આવે છે તેને અટકાવવી વગેરેની પણ ભલામણ કરવામાં આવી છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન અને હરિદ્વાર લોકસભાના સાંસદ ડો. રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારે જ માનવ સંસાધન વિકાસ પ્રધાનનો કાર્યભાર સંભાળ્યો છે અને કમીટીએ તૈયાર ડ્રાફ્ટ તેને સોપી દીધો છે. 

પોલિસીના ડ્રાફ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાનમાં ભારતીય યોગદાન અને ઐતિહાસિક સંદર્ભને જ્યાં પણ પ્રાંસગિક હશે વર્તમાન સ્કૂલના સિલેબસ અને ટેક્સ્ટ બુક્સમાં સામેલ કરવામાં આવશે. નવી પોલિસીના ડ્રાફ્ટમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે ખાનગી સ્કૂલોને પોતાની રીતે ફી નક્કી કરવા માટે સ્વતંત્ર કરી દેવામાં આવે.

જોકે તેઓ પોતાની રીતે મનમાનીથી ફીમાં વધારો ન કરી શકે તે માટે પણ યોગ્ય પગલા લેવામાં આવે. જોકે સાથે એમ પણ ભલામણ કરવામાં આવી છે કે યોગ્ય સ્થિતિમાં ફીસમાં વધારો સ્વીકાર્ય છે. મોંઘવારી વગેરેને ધ્યાનમાં રાખીને એ નક્કી કરવામાં આવશે કે કેટલી ફી વધારી શકાય. 

કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે સ્નાતકના પ્રોગ્રામમાં ત્રણ વર્ષ તો છે જ સાથે ચાર વર્ષના કોર્સ પણ શરૂ કરવા જોઇએ, જે ચાર વર્ષનો સ્નાતકનો અભ્યાસ કરે તે બાદમાં એક જ વર્ષમાં માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકશે. એમફિલ પ્રોગ્રામને રદ કરી દેવાની ભલામણ પણ કરવામાં આવી છે. બીજી તરફ હિંદી ભાષાને લઇને ફરી વિવાદ શરૂ થયો છે.

તામિલનાડૂમાં આરોપો લગાવાઇ રહ્યા છે કે સરકાર હિંદી ભાષાને થોપવા જઇ રહી છે અને શીક્ષણમાં ફરજિતાય બનાવવા જઇ રહી છે, જેને પગલે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. અભિનેતા કમલ હાસને કહ્યું હતું કે ફરજિયાત હિંદી થોપતા પહેલા ૧૯૬૫માં જે આંદોલન તામિલનાડુમાં થયું હતું તેને યાદ કરી લેવું. વિવાદ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું હતું અમે કોઇ પર હિંદી થોપવાના નથી. હાલ માત્ર ત્રણ ભાષાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે જેમાં હિંદી છે અને તેનો કોઇ નિર્ણય નથી લેવાયો. 

નવી શિક્ષણ નીતિ માટે જરુરી ભલામણો

* યુજીસીને રદ કરીને હાયર એજ્યૂકેશન કમીશન ઓફ ઇન્ડિયા (એચઆઇસીઆઇ) એક્ટ ૨૦૧૮ બનાવવામાં આવે

* નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જ દરેક પ્રવેશ અને કોમ્પિટિટિવ પરિક્ષાઓ યોજવામાં આવે

* નેશનલ સ્કોલરશિપ ફંડમાં વધારો કરવામાં આવે, બોર્ડમાં પણ સેમેસ્ટર પદ્ધતી લાગુ કરવી જોઇએ

* વર્તમાન સ્કૂલના અભ્યાસક્રમોમાં જે વિષયો છે તેમાં રાજનિતી, શાસન, સમાજ અને જ્ઞાાન આપનારા વિષયોનો સમાવેશ કરવામાં આવે

* મલ્ટીડિસ્પલિનરી યૂનિ. તેમજ કેલોજો ખોલવામાં આવે જે એક સાથે અનેક વિષયો પર અભ્યાસ કરાવી શકે 

* વિશ્વની યુનિ.ઓને ભારતમાં કેમ્પસ ખોલવા આમંત્રીત કરવામાં આવે, પરિક્ષાઓ કમ્પ્યૂટર આધારિત લેવામાં આવે

* નર્સરીથી પાંચમાં ધોરણ સુધી બાળકોને માતૃ ભાષામાં ભણાવવા જોઇએ, અંગ્રેજીની સાથે ભારતીય ભાષાઓ સાથે સંસ્કૃતને ભણાવવી જોઇએ

* એમફિલ પ્રોગ્રામને રદ કરી દેવામાં આવે, સ્નાતક કોર્સ ચાર વર્ષનો કરવામાં આવે



પ્રાઇવેટ સ્કૂલોને ફી નક્કી કરવાની છુટ જરૂરી પણ મનમાની નહીં ચાલે : નવી શિક્ષણ નીતિ ઘડાશે પ્રાઇવેટ સ્કૂલોને ફી નક્કી કરવાની છુટ જરૂરી પણ મનમાની નહીં ચાલે : નવી શિક્ષણ નીતિ ઘડાશે Reviewed by GK Exam Guruji on June 01, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.