ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની પાંચ કારોની હરાજીમાં મળી આટલી રકમ

નવી દિલ્હી, તા.6 જૂન 2019, ગુરૂવાર

સરકારની કંપની મેટલ સ્ક્રેપ ટ્રેડિંગ કોર્પોરેશને ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની જપ્ત કરેલી સાત લક્ઝરી કારોની ફરી હરાજી કરી હતી.નિરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12000 કરોડની લોન કૌભાંડનો આરોપી છે.

આ પૈકી પાંચ કાર વેચાઈ છે અને તેમાંથી 2.9 કરોડ રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે. આ પહેલા કંપનીએ 25 એપ્રિલે મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની 13 કારોની ઓનલાઈન હરાજી કરી હતી. જેમાં 12 કાર ખરીદવા માટે લોકોએ ઉત્સુકતા બતાવી હતી. આ પૈકી પાંચ કાર નહી વેચાઈ શકતા તેની ફરી હરાજી કરવામાં આવી હતી.

આ કારો ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી. જેમાં રોલ્સ રોયસ અને પોર્શેનો સમાવેશ થતો હતો. ગઈ હરાજીમાં તેની બોલી બોલાઈ હતી તે ઈડ઼ીને ઓછી લાગી હતી.

નવેસરથી થયેલી હરાજીમાં રોલ્સ રોયસના 1.7 કરોડ અને પોર્શે માટે 60.25 લાખ રૂપિયાની બોલી લગાવાઈ છે. ગાડીઓ ખરીદનારાઓએ 15 દિવસમાં પૈસા જમા કરાવવાના રહેશે.

આ પહેલા નિરવ મોદીના પેઈન્ટિંગ્સની હરાજી કરીને 54 કરોડ રૂપિયા વસુલ કરાયા હતા



ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની પાંચ કારોની હરાજીમાં મળી આટલી રકમ ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની પાંચ કારોની હરાજીમાં મળી આટલી રકમ Reviewed by GK Exam Guruji on June 06, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.