ઐતિહાસિક જીત બાદ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાને પગે લાગીને લીધા આશીર્વાદ
અમદાવાદ, તા. 26 મે 2019, રવિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે ગુજરાતની મુલાકાતે છે. ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. શપથ પહેલાની ગુજરાત મુલાકાતમાં મોદી પોતાનાં માતા હિરાબાનાં આશીર્વાદ લેવા ગાંધીનગર આવ્યા છે.
માતા સાથેનો પ્રેમ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. અનેક લોકો માતાને પ્રેમને વિશેષ માનતા હોય છે. પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમનો પણ તેમની માતા પ્રત્યેનો પ્રેમ પણ કંઈક વિશેષ છે.
નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે ત્યારે તેઓ ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ અચૂક લે છે. નરેન્દ્ર મોદી તેમની માતા સાથે બહુ રહ્યા જ નથી. પરંતુ જ્યારે પણ તેઓ તેમના માતાના આશીર્વાદ લેવા આવે છે ત્યારે માતા-પુત્રના વ્હાલના દ્રશ્યો સૌ કોઈને ભાવુક કરે છે.
હીરાબા પુત્રના ગાલે માથે વ્હાલથી હાથ ફેરવીને બે-પાંચ ઘડી મમતાભરી વાતો કરે છે. હીરાબા પોતાના હાથે પુત્રને ખવડાવે છે. આશીર્વાદ રૂપે 101 કે 501 રૂપિયા આપે છે. ગીતા, ચૂંદડી જેવી વસ્તુઓની ભેટ આપે છે.. ત્યારે આ એવા દ્રશ્યો સર્જાય છે કે લાગે નહીં કે આ દેશના વડાપ્રધાન અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો તે વિભૂતી છે.
દેશ-દુનિયામાં જે વ્યક્તિ અસામાન્ય છે તે જ્યારે માતાને મળે છે ત્યારે બિલકુલ સામાન્ય વ્યક્તિ બની જાય છે. બીજી વખત લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પદનામિત પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલી વખત ગુજરાત પધાર્યા છે.
No comments: