પીએમ મોદીએ પ્રણવ મુખરજીના આશીર્વાદ લઈને કરી આવી ટિપ્પણી

નવી દિલ્હી, તા. 28. મે. 2019 મંગળવાર

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પ્રણવ મુખરજીના આશીર્વાદ લીધા હતા.

મોદી અને પ્રણવદા વચ્ચેનો સબંધ પહેલેથી જ ઉષ્માપૂર્ણ રહ્યો છે અને તેનો વધુ એક પૂરાવો મળ્યો હતો.પીએમ મોદીએ પોતે જ પ્રણવદા સાથેની મુલાકાતની તસવીર ટ્વિટ કરી હતી.જેમાં પ્રણવ મુખરજી પીએમ મોદીને પોતાના હાથથી મોઢુ મીઠુ કરાવતા નજરે પડ્યા હતા.

પીએમ મોદીએ સાથે સાથે ટ્વિટ કર્યુ હતુ કે, મેં પ્રણવદાનો આશીર્વાદ લીધો છે.તેમની સાથેની મુલાકાતથી હંમેશા મારા જ્ઞાનમાં વધારો થતો હોય છે.તેમની પાસે જે જ્ઞાન અને સમજ છે તેનો જોટો જડવો મુશ્કેલ છે.



પીએમ મોદીએ પ્રણવ મુખરજીના આશીર્વાદ લઈને કરી આવી ટિપ્પણી પીએમ મોદીએ પ્રણવ મુખરજીના આશીર્વાદ લઈને કરી આવી ટિપ્પણી Reviewed by GK Exam Guruji on May 28, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.