હવે મોદી સરકાર દેશની જનતાને સસ્તી કિંમતે AC ઉપલબ્ધ કરાવશે

નવી દિલ્હી, તા. 28 મે 2019, મંગળવાર

દેશના લોકો જ્યારે ગરમીથી બેહાલ છે ત્યારે મોદી સરકારે લોકોને ગરમીથી રાહત આપવા માટે નવી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સત્તામાં જોરદાર વાપસી સાથે મોદી સરકાર હવે સામાન્ય જનતાને સસ્તામાં AC ઉપલબ્ધ કરાવશે.

ઉનાળો આવતા જ લોકોને ACની જરૂરિયાત અનુભવાય છે પરંતુ ACના ભાવ જોતાં સામાન્ય માનવી તો તે ખરીદવાનો વિચાર જ કરી શકતો નથી. હવે મોદી સરકાર ઘરે ઘરે AC પહોંચાડવા માટે સસ્તા AC બજારમાં ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર તરફથી બજારમાં ઉપલબ્ધ કરાવનાર ACની કિંમત 15થી 20 ટકા જેટલી ઓછી હશે. કેટલાંક લોકોના જણાવ્યા અનુસાર ACની કિંમત 30 ટકા જેટલી ઓછી હોઇ શકે છે. બજારમાં આ AC સરકારી કંપની EESL ઉપલબ્ધ કરાવશે. આ ACની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેના ઉપયોગથી વીજળીની ખપત પણ ઓછી થશે.



હવે મોદી સરકાર દેશની જનતાને સસ્તી કિંમતે AC ઉપલબ્ધ કરાવશે હવે મોદી સરકાર દેશની જનતાને સસ્તી કિંમતે AC ઉપલબ્ધ કરાવશે Reviewed by GK Exam Guruji on May 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.