પહેલા કરતા પણ ભવ્ય હશે મોદીનો શપથ ગ્રહણ સમારોહ, 6500 મહેમાન થશે સામેલ

અમદાવાદ, તા. 29 મે 2019, બુધવાર

લોકસભા ચૂંટણીમાં જળહળતી જીત મેળવ્યાં બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણની તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ છે. મંગળવારના રોજ અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે પાંચ કલાકની બેઠક થઇ, એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે કે તેમાં કેબિનેટ મંત્રીઓના નામ પર મહોર લાગી ગઇ છે.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોમાં આ વખતે BIMSTEC દેશોના પ્રમુખને આમંત્રણ આપ્યું છે. આ દેશોમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાલ અને ભુટાનનો સમાવેશ થાય છે. ભારતની પહેલાથી જ નીતિ રહીં છે કે પહેલો સગો પાડોશી. નરેન્દ્ર મોદી પણ આ પંપરાને જાળવી રાખી છે. એનડીએની પ્રથમ ટર્મમાં નરેન્દ્ર મોદીએ આ પરંપારા જાળવી તમામ પાડોશી દેશો સાથે સુમેળભર્યો સંબધ કાયમ કર્યો હતો.

શપથ ગ્રહણ સમારોહમાં દેશના ટોચના તમામ નેતાઓ પણ હાજર રહશે, જેમાં મમતા બેનર્જી પણ સામેલ છે. નરેન્દ્ર મોદીનો શપથગ્રહણ સમારોહ ગુરૂવારે સાંજે 7 વાગ્યે યોજાશે. નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય કેટલાય મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણમાં સામેલ થવા માટે વિદેશી મહેમાનો આજે પહોંચી જશે. 

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા આ સમારોહમાં અંદાજે 6500 મહેમાનો સામેલ થઇ શકે છે. 2014માં નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં 5000 મહેમાનો હાજર રહ્યાં હતા. દેશમાં ચોથી ઘટના છે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં થપથગ્રહણ સમારોહ યોજાયો હોય. 

શપથગ્રહણ સમારોહમાં મહેમાનોની લિસ્ટ ઉપરાંત સૌ કોઇની નજર મંત્રિમંડળ પર છે. છેલ્લા ઘણા સમયથી અનુમાન લગાવવાની ચાલી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇના નામ ફિક્સ થયા હોવાનું જાણવા નથી મળતું. મંગળવારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે પાંચ કલાક બેઠક ચાલી.



પહેલા કરતા પણ ભવ્ય હશે મોદીનો શપથ ગ્રહણ સમારોહ, 6500 મહેમાન થશે સામેલ પહેલા કરતા પણ ભવ્ય હશે મોદીનો શપથ ગ્રહણ સમારોહ, 6500 મહેમાન થશે સામેલ Reviewed by GK Exam Guruji on May 28, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.