બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC

Mamata Banerjee Backs Abhishek Banerjee : પાર્ટીની બેઠકમાં TMCએ પક્ષના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા 'નેતા વિરોધ પક્ષ' (Leader of Opposition) નો દરજ્જો આપવામાં આવતા હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે. તૃણમૂલ કોંગ્રેસની મહત્વની બેઠકમાં મમતા બેનર્જીએ ફરી એકવાર પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કર્યો છે. બળવાખોર ધારાસભ્યોના વિરોધ છતાં મમતાએ અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કર્યા છે. મમતા બેનર્જી ટીમીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રહેશે. આ ઉપરાંત, TMC એ પક્ષના બાગી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા નેતા વિરોધ પક્ષનો દરજ્જો આપવાના નિર્ણય સામે હાઈકોર્ટ જવાનું નક્કી કર્યું છે.
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC
Reviewed by GK Exam Guruji
on
June 05, 2026
Rating:
No comments: