કેપ્ટન્સી ગઈ, ટીમમાંથી પણ હકાલપટ્ટી છતાં સૂર્યાએ જીત્યું દિલ! શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ

Suryakumar Yadav reacts to Shreyas Iyer replacing him as India T20I captain : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન સૂર્યકુમાર યાદવને ભારતીય ટી20 ટીમની કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જે બાદ સૂર્યકુમાર યાદવે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.
સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરને પાઠવ્યા અભિનંદન
સૂર્યકુમાર યાદવે કહ્યું કે, હું ખુશ છું કે ભારતીય ટી20 ટીમના છેલ્લા ત્રણેય કેપ્ટન મુંબઈના જ રહ્યા છે. મુંબઈ T20 લીગમાં ટ્રાયમ્ફ નાઈટ્સ MNE અને સોબો મુંબઈ ફાલ્કન્સ વચ્ચેની મેચના ટોસ દરમિયાન વાત કરતા સૂર્યકુમાર યાદવે શ્રેયસ અય્યરને ટીમમાં વાપસી અને કેપ્ટન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કેપ્ટન્સી ગઈ, ટીમમાંથી પણ હકાલપટ્ટી છતાં સૂર્યાએ જીત્યું દિલ! શ્રેયસ-વૈભવ માટે ખાસ મેસેજ
Reviewed by GK Exam Guruji
on
June 06, 2026
Rating:
No comments: