વેનેઝુએલામાં બેક ટુ બેક 7.1 અને 7.5 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ, ઇમારતો ધરાશાયી, ઈમરજન્સી જાહેર

Venezuela Earthquake: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં માત્ર થોડી જ મિનિટોના અંતરાલમાં એકપછી એક એમ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે રાજધાની કૅરાકસ (Caracas) સહિત દેશના અનેક રાજ્યો ધ્રુજી ઉઠ્યા હતા. આ આફતને કારણે કૅરાકસમાં અનેક રહેણાંક મકાનો અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે ચારેકોર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
વેનેઝુએલામાં બેક ટુ બેક 7.1 અને 7.5 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ, ઇમારતો ધરાશાયી, ઈમરજન્સી જાહેર
Reviewed by GK Exam Guruji
on
June 24, 2026
Rating:
No comments: