આગામી 5 વર્ષમાં ભારતમાં આ પ્રકારના સ્કિલ્ડ લોકોની ભારે અછત વર્તાશે, વિદેશમાં વધી માગ


Job News India : યુરોપ અને અન્ય વિક્સિત દેશોમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને જન્મદર ઘટી રહ્યો છે જેને કારણે પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશ્યન્સ, સુથાર અને નર્સોની વધી રહેલી માંગ પુરી કરવા આ દેશો આ કામદારોની ભારતમાંથી આક્રમક ધોરણે ભરતી કરવા માંડશે તો આગામી પાંચ વર્ષમાં ભારતમાં પણ તેમની તંગી સર્જાશે તેવી કેનેડા સ્થિત માઇક્રો ટ્રેન્ડસ રિસર્ચ ફર્મ પાઇન ટ્રીના સ્થાપક રિતેશ જૈને આગાહી કરી હતી. જૈને જણાવ્યું હતું કે દુનિયામાં વ્હાઇટ કોલર જોબ કરનારા ખૂબ છે પણ બ્લુ કોલર જોબ કરનારાની તંગી છે.જે દુનિયામાં શ્રમ બજારમાં પ્રવર્તતા સૌથી મોટા અસંતુલનને દર્શાવે છે. 

યુનાઇટેડ નેશન્સના વરતારા અનુસાર 1970ના દાયકાથી દુનિયામાં 65 વર્ષ અને તેથી વધુ વયના લોકોની વસ્તી લગભગ બમણી થઇ ગઇ છે અને તે 2070માં ફરી બમણી થઇ જવાના માર્ગે છે. યુએન પોપ્યુલેશન ફંડના અંદાજ અનુસાર દુનિયાની 60 ટકા વસ્તી એવા દેશોમાં વસે છે જ્યાં વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ દર ઘટી રહેલી ફળદ્રુપતાને કારણે જળવાતો નથી.



આગામી 5 વર્ષમાં ભારતમાં આ પ્રકારના સ્કિલ્ડ લોકોની ભારે અછત વર્તાશે, વિદેશમાં વધી માગ આગામી 5 વર્ષમાં ભારતમાં આ પ્રકારના સ્કિલ્ડ લોકોની ભારે અછત વર્તાશે, વિદેશમાં વધી માગ Reviewed by GK Exam Guruji on June 02, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.