અંતે વિજયનો 'વિજય': તમિલનાડુમાં આજે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVKનો રથ આખરે ચાલ્યો


- વીસીકે અને આઈયુએમએલના બે-બે ધારાસભ્યોના સમર્થન સાથે થલાપતિ વિજય 120 ધારાસભ્યોના ટેકાથી બહુમતે પહોંચ્યો

- કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોનો વિજયને શરૂઆતથી જ ટેકો

Vijay Tamilnadu CM News : તમિલનાડુમાં અંતે શનિવારે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.



અંતે વિજયનો 'વિજય': તમિલનાડુમાં આજે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVKનો રથ આખરે ચાલ્યો અંતે વિજયનો 'વિજય': તમિલનાડુમાં આજે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVKનો રથ આખરે ચાલ્યો Reviewed by GK Exam Guruji on May 09, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.