ટ્રમ્પની હાજરીમાં વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ફાયરિંગ, 21 વર્ષીય હુમલાખોરને ઠાર મરાયો

USA Firing News : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસ સંકુલ બહાર શનિવારે સાંજે અચાનક અંધાધૂંધ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. એક 21 વર્ષીય યુવકે વ્હાઇટ હાઉસના સિક્રેટ સર્વિસ ચેકપોઇન્ટ પર પહોંચીને અચાનક પિસ્તોલ અને રિવોલ્વરથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, સિક્રેટ સર્વિસના એજન્ટોએ ત્વરિત જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ગોળી મારી ઢાળી દીધો હતો, જેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
ઘટના સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. જોકે, સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોર વ્હાઇટ હાઉસની મુખ્ય સુરક્ષા સરહદ તોડવામાં નિષ્ફળ રહ્યો હતો અને પ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ટ્રમ્પની હાજરીમાં વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ફાયરિંગ, 21 વર્ષીય હુમલાખોરને ઠાર મરાયો
Reviewed by GK Exam Guruji
on
May 23, 2026
Rating:
No comments: