UKમાં 'સ્મોક-ફ્રી જનરેશન' થશે તૈયાર, 2008 પછી જન્મેલા લોકો માટે તમાકુ-સિગારેટ પર આજીવન પ્રતિબંધ

Smoke Free Generation: UKએ ધૂમ્રપાન મુક્ત પેઢી તૈયાર કરવાના ઉમદા હેતુથી એક ઐતિહાસિક અને અત્યંત કડક કાયદો પસાર કર્યો છે, જેના અંતર્ગત હવે વર્ષ 2008 પછી જન્મેલા લોકો તમાકુ કે સિગારેટ ખરીદી શકશે નહીં. બ્રિટિશ સંસદના બંને ગૃહમાં 'ટોબેકો એન્ડ વેપ્સ બિલ' પસાર થઈ ગયું છે અને કિંગ ચાર્લ્સ તૃતીયની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે. આ કાયદો 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર UK એટલે કે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં અમલી થઈ જશે. હવે પછી દર વર્ષે તમાકુ ખરીદવાની લઘુતમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરાશે, જેથી ભવિષ્યની પેઢી આ વ્યસનથી કાયમ માટે દૂર રહે.
નવા અમલી થનારા કાયદામાં સિગારેટ જ નહીં પરંતુ ઈ-સિગારેટ એટલે કે વેપિંગ પર પણ કડક નિયંત્રણો લદાયા છે.
UKમાં 'સ્મોક-ફ્રી જનરેશન' થશે તૈયાર, 2008 પછી જન્મેલા લોકો માટે તમાકુ-સિગારેટ પર આજીવન પ્રતિબંધ
Reviewed by GK Exam Guruji
on
April 23, 2026
Rating:
No comments: