ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે

FIA Seeks Urgent Govt Relief: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે ભારતીય આકાશ પર જોવા મળી રહી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ દેશની એરલાઇન કંપનીઓની કમર તોડી નાખી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને ગંભીર ચેતવણી આપી છે કે જો તત્કાળ નાણાકીય સહાય કે રાહત આપવામાં નહીં આવે, તો ઘણી કંપનીઓએ પોતાની કામગીરી કાયમી ધોરણે બંધ કરવી પડશે.
ખર્ચનું ગણિત ખોરવાયું:
FIA ના જણાવ્યા અનુસાર, એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં અગાઉ જેટ ફ્યુઅલનો હિસ્સો 30% થી 40% રહેતો હતો, જે હવે વધીને 55% થી 60% સુધી પહોંચી ગયો છે.
ભારતની એરલાઈન્સનું 'ક્રેશ લેન્ડિંગ' નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે
Reviewed by GK Exam Guruji
on
April 28, 2026
Rating:
No comments: