ભારતને મોટો ઝટકો, રશિયા-ઈરાન પાસેથી સસ્તું ઓઈલ ખરીદવાની છૂટ અમેરિકાએ સમાપ્ત કરી

Iran Russia Oil and India : રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે ભારતને મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.
શું છે અમેરિકાનો નવો નિર્ણય?
અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદા 11 એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદા હવે લંબાવવામાં આવશે નહીં.
ભારતને મોટો ઝટકો, રશિયા-ઈરાન પાસેથી સસ્તું ઓઈલ ખરીદવાની છૂટ અમેરિકાએ સમાપ્ત કરી
Reviewed by GK Exam Guruji
on
April 15, 2026
Rating:
No comments: