અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત


Gujarat Local Body Elections 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે રવિવારે (26મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો 3 જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવા માટે 150થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્યૂહાત્મક રીતે કાર્યરત કરાશે.



અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત Reviewed by GK Exam Guruji on April 20, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.