હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું?

Hormuz Strait Closed Amid Israel-Lebanon Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમત ધરખમ ઘટાડો અને મોટાભાગના દેશોના શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે ઈઝરાયલે લેબેનોનમાં તબાહી મચાવતા ઈરાને ચાર દેશો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા કર્યા છે, જેના કારણે ફરી ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા સાથે અનેક દેશોના શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો છે.
ઈઝરાયલે લેબેનોન પર હુમલો કરતા ઈરાનનો ચાર દેશો પર હુમલો
મળતી વિગતો મુજબ, ઈઝરાયલે લેબેનોનમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયલે બુધવારે લેબોનોન પર ડ્રોન અને મિસાઈલો ઝીંકતા 250થી વધુ લોકોના મોત અને હજારોથી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આ હુમલાના કારણે હવે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે.
હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું?
Reviewed by GK Exam Guruji
on
April 09, 2026
Rating:
No comments: