‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર

Rahul Gandhi in Kerala : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરલમના કોટ્ટાયમમાં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઈરાન-રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી, અમેરિકાના રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે સબરીમાલા મંદિરમાંથી સોનું ચોરી મામલે કેરલમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.
PM મોદીએ દેશની ઉર્જા સુરક્ષાને જોખમમાં મૂકી : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે 'મોદી સરકારને કારણે ભારતની પોતાની મરજીથી તેલ ખરીદવાની શક્તિ ખતમ થઈ ગઈ છે અને અત્યારે ભારતને ઈરાન કે રશિયા જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માટે પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ની પરવાનગી લેવી પડે છે.
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહાર
Reviewed by GK Exam Guruji
on
March 30, 2026
Rating:
No comments: