યુદ્ધ લાંબુ ખેંચાવાના સંકેત વચ્ચે ઊર્જા કટોકટીનો સામનો કરવા 'લોકડાઉન' માટે તૈયાર રહો!

- જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયાના દેશોમાં ઈંધણનું રેશનિંગ શરૂ, ઓસ્ટ્રેલિયાનો નાગરિકો પર બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ
- એર ઈન્ડિયાની 2,500 ફ્લાઈટ સહિત દુનિયામાં 20,000થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હોવાના અહેવાલ
- દુનિયાની સરકારોને ઓડ-ઈવન, હાઈવે પર સ્પિડ લિમિટ લાગુ કરવા, હવાઈ પ્રવાસ ઘટાડવા, વર્ક ફ્રોમ હોમના ઉપાયો માટે આઈઈએનું સૂચન
Iran vs Israel and USA War Updates : મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર આક્રમણ કર્યા પછી તહેરાને દુનિયામાં ક્રૂડ ઓઈલનું સૌથી વધુ પરિવહન થતા સમુદ્રી માર્ગોમાંના એક હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે, જેના પગલે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 112 ડોલર સુધી પહોંચી ગયો છે. આ યુદ્ધ નજીકના સમયમાં બંધ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી ત્યારે દુનિયા ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આ ઊર્જા સંકટનો સામનો કરવા માટે દુનિયામાં કોરોના મહામારી પછી ફરી એક વખત 'લોકડાઉન'ની સંભાવના વધી ગઈ છે.
No comments: