ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો રાગ આલાપ્યો, કહ્યું- 'પાક.ના વડાપ્રધાને મને ફોન કર્યો હતો'

Donald Trump India-Pakistan War Claim 2026 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો રાગ આલાપ્યો છે. ટ્રમ્પે પહેલા પણ કહ્યું હતું કે તેઓએ બંને દેશ વચ્ચે સંભવિત યુદ્ધ ટાળવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે 'બોર્ડ ઓફ પીસ'ના કાર્યક્રમમાં ટ્રમ્પે પોતાના પાયાવિહોણા દાવાને પુનરાવર્તિત કર્યા છે. તેમણે કહ્યું કે, તે સમયે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી, અને તેમના હસ્તક્ષેપથી મોટો સંઘર્ષ ટળી ગયો હતો. ટ્રમ્પના મતે, તેમનો હસ્તક્ષેપ ન હોત તો વ્યાપક યુદ્ધ ફાટી નીકળ્યું હોત.
ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યાનો રાગ આલાપ્યો, કહ્યું- 'પાક.ના વડાપ્રધાને મને ફોન કર્યો હતો'
Reviewed by GK Exam Guruji
on
February 19, 2026
Rating:
No comments: