દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો

Supreme Court News : દેશમાં તાજેતરમાં બાળકોના ગૂમ થવાની ઘટનાઓ વધી રહી છે, ગૂમ થતા બાળકોની આ ઘટનાઓ પાછળ કોઇ દેશવ્યાપી નેટવર્ક છે કે કેમ તેની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમે કેન્દ્રને કહ્યું છે કે આ દેશવ્યાપી નેટવર્ક છે કે પછી માત્ર રાજ્યો પુરતા મામલા છે તેની ચકાસણી કરીને વિગતવાર રિપોર્ટ રજુ કરવામાં આવે. કેટલાક બાળકો અને ક્યાંથી ગૂમ થયા કે અપહરણ કરાયું તેના છેલ્લા છ વર્ષના ડેટા એકઠા કરવામાં આવે.
બાળકોના ગુમ થવાના વધી રહેલા કેસોને લઇને એક સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ડેટા માગવામાં આવ્યા હતા.
દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો
Reviewed by GK Exam Guruji
on
February 10, 2026
Rating:
No comments: