સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ


Direct Tax News  : દેશના દરેક નાગરિક પર દર વર્ષે સરેરાશ 51000 રૂપિયાનો ટેક્સ બોજ આવી રહ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે, આ મામલો વિપક્ષના સાંસદ દ્વારા લોકસભામાં ઉઠાવાયો હતો, જેનો હવે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. જેના સરકાર દ્વારા કેટલાક આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.  

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે ગત સપ્તાહે રાજ્યસભામાં પૂછ્યું હતું કે શું 2024-25માં કેન્દ્ર અને રાજ્યોની કુલ ટેક્સ રેવન્યૂની વસતી પ્રમાણે ગણતરી કરીએ તો પ્રતિ નાગરિક ટેક્સનો બોજ આશરે 51000 રૂપિયા નીકળે છે? સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું આ બોજ મોટાભાગે જીએસટી, પેટ્રોલિયમ લેવી, સેસ અને સરચાર્જ જેવા ઇનડાયરેક્ટ ટેક્સથી આવી રહ્યો છે જે કોઇ વ્યક્તિની ઇનકમને ધ્યાનમાં રાખ્યા વગર તમામ નાગરિકોને બરાબર લાગુ થતો હોય છે? 

જવાબમાં નાણાકીય વર્ષ 2020-21થી 2024-25ના આંકડા સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.



સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ Reviewed by GK Exam Guruji on February 17, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.