યુક્રેને રશિયામાં 1400 કિલોમીટર અંદર ઘૂસીને ICBM મિસાઈલ પ્લાન્ટ પર ભીષણ હુમલો કર્યો

Russia vs Ukrain War Updates : યુક્રેનના ડ્રોને રશિયાના ઉદમૂર્ત ગણરાજ્યમાં એક ઔદ્યોગિક સ્થળને નિશાન બનાવ્યું હતું. સ્થાનિક સ્વાસ્થ્ય મંત્રી સર્ગેઈ બાગિનના જણાવ્યા મુજબ આ હુમલામાં 11 લોકોને ઈજા પહોંચી છે, જેમાંથી ત્રણને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યુક્રેનનો આ હુમલો રશિયાના અંતરિયાળ વિસ્તારમાં ગંભીર સુરક્ષા પડકાર બની ગયો છે.
રશિયાના રિજનલ પ્રમુખ એલેક્ઝાન્ડર બ્રેચાલોવે ટેલીગ્રામ પોસ્ટમાં આ હુમલાની પુષ્ટી કરી અને કહ્યું કે, ડ્રોન હુમલાથી સંબંધિત સ્થળને ભારે નુકસાન થયું છે. જોકે, તેમણે આ ઔદ્યોગિક સ્થળનું નામ જણાવ્યું નહોતું.
યુક્રેને રશિયામાં 1400 કિલોમીટર અંદર ઘૂસીને ICBM મિસાઈલ પ્લાન્ટ પર ભીષણ હુમલો કર્યો
Reviewed by GK Exam Guruji
on
February 21, 2026
Rating:
No comments: