હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે


National Sports Governance Bill : સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે (23 જુલાઈ) એક મહત્ત્વનું બિલ રજુ થવાનું છે. આ બિલનું નામ ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક’ છે, જેમાં તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને પણ સામેલ કરાયું છે, તેમ રેલવે મંત્રાલયના સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.

રાષ્ટ્રીય મહાસંઘોની જેમ BCCIએ કાયદાઓનું પાલન કરવું પડશે

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક કાયદો બની ગયા બાદ તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ બીસીસીઆઈને પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે. વર્ષ 2028માં લૉસ એન્જલસમાં ઓલમ્પિક ખેલોમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે, ત્યારે બીસીસીઆઈ પહેલેથી જ ઓલમ્પિક આંદોલનનો ભાગ બની ગયું છે.



હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે Reviewed by GK Exam Guruji on July 22, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.