ગોંડલમાં બે મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો યુવક પણ તળાવમાં ડૂબ્યો


Gondal News : ગોંડલમાં ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક યુવક તળાવમાં ડુબતા તેને બચાવવા માટે બીજો યુવક કુદ્યો હતો. ત્યારે બીજો યુવક પણ ડુબી જતાં બંને યુવકોના મોત થયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.



ગોંડલમાં બે મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો યુવક પણ તળાવમાં ડૂબ્યો ગોંડલમાં બે મિત્રોના કરુણ મોત, એકને બચાવવા જતાં બીજો યુવક પણ તળાવમાં ડૂબ્યો Reviewed by GK Exam Guruji on June 14, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.