ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદનું ઍલર્ટ, 22 જૂનથી રાજ્યભરમાં થશે જળબંબાકાર


Rain Forecast, Gujarat : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 19 થી વધુ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. આગામી 22 તારીખથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 

આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શનિવારે (21 જૂન) કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.



ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદનું ઍલર્ટ, 22 જૂનથી રાજ્યભરમાં થશે જળબંબાકાર ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદનું ઍલર્ટ, 22 જૂનથી રાજ્યભરમાં થશે જળબંબાકાર Reviewed by GK Exam Guruji on June 20, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.