‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી?


Saudi Arabia Prince Khalid Warned Iran : સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રીએ ઈરાનને સ્પષ્ટ કહ્યું છે કે, ‘તમે ટ્રમ્પના પરમાણુ સમજૂતી પર વાતચીત કરવાના પ્રસ્તાવને ગંભીરતાથી સ્વિકાર કરી લો અથવા ઈઝરાયલના હુમલાના ગંભીર ખતરાનો સામનો કરો. જો તમે પ્રસ્તાવને સ્વિકારી લેશો તો ઈઝરાયલ સાથેના યુદ્ધથી બચી શકો છો.’

સાઉદી સંરક્ષણ મંત્રીએ ઈરાનના સર્વોચ્ચ નેતાને મળીને ચેતવણી આપી

વાસ્તવમાં ખાડી દેશોમાં ફરી અસ્થિરતાના જોખમો ઉભા થયા છે, જેના કારણે સાઉદી અરેબિયાના 89 વર્ષિય રાજા સલમાન બિન અબ્દુલ અજીજે તેમના પુત્ર અને સંરક્ષણ મંત્રી પ્રિંસ ખાલિદ બિન સલમાન (Saudi Arabia Defense Minister Prince Khalid bin Salman)ને ગત મહિને ઈરાનની રાજધાની તહેરાન મોકલ્યા હતા. રૉયટર્સના રિપોર્ટ મુજબ, સાઉદી પ્રિન્સ ખાલિદે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei) સાથે મુલાકાત કરી હતી અને ચેતવણી આપી હતી.



‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી? ‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી? Reviewed by GK Exam Guruji on May 30, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.