ઝેલેન્સ્કી અને પુતિનનો મોટો નિર્ણય, 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા સંમત


Russia-Ukraine Peace Talks : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે પ્રત્યક્ષ બેઠક થઈ હતી. બેઠકમાં યુદ્ધ વિરામ કરવા પર કે યુદ્ધ અટકાવવાનો કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ બંને દેશો 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે સંમત થયા છે.

યુદ્ધ કેદીઓની અદલાબદલી બંને દેશો માટે સારા સંકેત

યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે યુદ્ધ કેદીઓની અદલાબદલીની માહિતી આપવાની સાથે કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થયા બાદ બંને દેશો વચ્ચે આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈસ્તંબુલમાં શાંતિ બેઠક યોજાઈ હતી.



ઝેલેન્સ્કી અને પુતિનનો મોટો નિર્ણય, 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા સંમત ઝેલેન્સ્કી અને પુતિનનો મોટો નિર્ણય, 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા સંમત Reviewed by GK Exam Guruji on May 16, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.