રાજકીય પક્ષોને 8000 કરોડનું દાન : લોકસભા ચૂંટણીમાં 60 હજાર કરોડનો અ...ધ...ધ... ખર્ચ

લોકસભાની સાત તબક્કાની મેરેથોન ચૂંટણી યોજવા ચૂંટણી પંચે 9000થી 12000 કરોડ રૂપિયા જ ખર્ચ્યા હતાં
પુણે, તા. 3 જૂન, 2019, સોમવાર
રાજકીય પક્ષોને અલગ અલગ સ્થળેથી સમયાંતરે દાન મળતું રહેશે. તાજેતરમાં જ લોકસભા ચૂંટણી સમાપ્ત થઇ છે અને તેમાં ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા માત્ર ૧૫ દિવસમાં ૮૦૦૦ કરોડ રૂપિયા રાજકીય પક્ષોને મળ્યા છે.
એક આરટીઆઇ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ૬ મે, ૨૦૧૯થી ૨૪ મે, ૨૦૧૯ સુધી લોકો અને કોર્પોરેટ દ્વારા ચૂંટણી બોન્ડના માધ્યમથી ૮૦૦૦ કરોડ રૂપિયાનું દાન રાજકીય પક્ષોને આપવામાં આવ્યું હતું.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ૨૯ શાખાઓને ઇલેક્ટોરેલ બોન્ડની કામગીરી સોંપવામાં આવી છે. આ શાખાઓ નવી દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, ગાંધીનગર, ચંડીગઢ, રાંચી અને બેંગાલુરુમાં આવેલી છે. ચૂંટણી બોન્ડને રાજકીય દળોને આપવામાં આવતી રોકડ દાનના વિકલ્પના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે.
આનાથી રાજકીય પક્ષોને અપાતા દાનમાં પારદર્શકતા આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા કુલ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ આટલી મોટી ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના ૧૫ થી ૨૦ ટકા જેટલી જ ખર્ચી હતી.
નવી દિલ્હી સ્થિત એક થિંક ટેન્કે જણાવ્યું છે કે રાજકીય પક્ષો દ્વારા આટલી મોટી રકમ ખર્ચ કરવી યોગ્ય નથી. એવું લાગી રહ્યું છે ચૂંટણી પ્રચાર જેટલો મોંઘો થઇ રહ્યો છે તેટલો ચૂંટણી પ્રચાર નિમ્ન કક્ષાનો થઇ રહ્યો છે.
No comments: