મધ્યપ્રદેશના CM કમલનાથે સરકાર બચાવવા મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી

ભોપાલ, તા. 27 મે 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો વ્યાપી રહ્યો છે. સરકાર પડવાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે તમામ મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી છે.

કમલનાથે તમામ મંત્રીઓને કહ્યું કે તેમણે વિપક્ષના કાવતરાને નિષ્ફળ બનાવવાનું છે. તેમણે કહ્યું કે કોઇ પણ પ્રકારના ભંગાણની વાતોનું બધા મળીને ખંડન કરે અને તમામ એકતા દર્શાવે. વિપક્ષને પણ તેમની એકતા નજર આવવી જોઇએ.

લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મંત્રીઓ સાથે લગભગ દોઢ કલાક બેઠક યોજી. ચૂંટણીમાં રાજ્યની 29માંથી 28 બેઠકો ભાજપે મેળવી છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે ભાજપે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ કમલનાથ સરકાર પડી શકે છે.



મધ્યપ્રદેશના CM કમલનાથે સરકાર બચાવવા મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી મધ્યપ્રદેશના CM કમલનાથે સરકાર બચાવવા મંત્રીઓને સાવચેત રહેવાની સૂચના આપી Reviewed by GK Exam Guruji on May 27, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.