અમેઠીમાં BJP કાર્યકર્તા અને સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા સુરેન્દ્ર સિંહની ગોળી મારી હત્યા
લખનૌ, તા. 26 મે 2019, રવિવાર
અમેઠીમાં ભાજપ કાર્યકર્તા અને સ્મૃતિ ઈરાનીના નજીકના ગણાતા સુરેન્દ્ર સિંહની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.
સુરેન્દ્ર સિંહ બરોલી ગામના મંત્રી હતા. જેમને અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. હજુ સુધી હત્યા કરાવવા માટે કોણ જવાબદાર છે તે જાણી શકાયુ નથી.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે સુરેન્દ્ર સિંહના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. ચૂંટણી પરીણામ બાદ આ ઘટનાએ અમેઠીમાં સનસનાટી ફેલાવી દીધી છે.
સુરેન્દ્રને એવા સમયે ગોળી મારવામાં આવી હતી જ્યારે તેઓ તેમના ઘરની બહાર ઊંઘતા હતા. ત્યારબાદ એમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલના ડૉકટરોઓ તેમને લખનૌ લઈ જવા કહ્યું અને રસ્તામા એમણે અંતિમ શ્વાસ છોડ્યા.
આ સમગ્ર ઘટનાની માહિતી મળતા સુરેન્દ્રના પરીવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસ હત્યારાને શોધવા પ્રયત્ન કરી રહી છે પરંતુ હજુ સુઘી પોલીસને કોઈ પુરાવા મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઈરાનીના પ્રચાર-પ્રસાર અભિયાનમાં સુરેન્દ્રની મહત્વની ભૂમિકા રહી હતી. અમેઠીમાં જીત બાદ ખુદ સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને અહીંના લોકોનો આભાર માન્યો હતો. સ્મૃતિ ઈરાનીને ઘટનાની જાણ થતા તેઓ લખનૌ જશે અને સુરેન્દ્રના પરીવારને મળશે.
No comments: