ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડપાઈ


Kheda News: ખેડા જિલ્લાના રસીકપુરાની સીમમાં પર્યાવરણ અને માનવ જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું એક બહુ મોટું કૌભાંડ ઝડપાયું છે. ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાકી બાતમીના આધારે સાબરમતી નદીના કિનારે આવેલા ‘અમન ટ્રેડર્સ’ નામના ગેરકાયદેસર ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. સંધ્યા કાળથી શરૂ કરીને મધરાત સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં લોકઆરોગ્ય સાથે રમત રમતા માફિયાઓનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરી કોઈપણ સરકારી મંજૂરી કે પ્રદૂષણ બોર્ડના પરવાના વગર રાત-દિવસ ધમધમતી હતી. ચોંકાવનારી વાત એ છે કે, માફિયાઓએ આશરે 100 મીટર લાંબી અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) પાઇપલાઇન નાખી રાખી હતી, જેના દ્વારા ઝેરી કેમિકલયુક્ત કાળું પાણી સીધું જ સાબરમતી નદીના વહેતા પ્રવાહમાં ઠાલવવામાં આવી રહ્યું હતું.



ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડપાઈ ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડપાઈ Reviewed by GK Exam Guruji on June 08, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.